મોરબી જિલ્લામાં જુગારના દુષણને ડામવા જિલ્લા પોલીસ દિવસ રાત ખડે પગે રહી છે અને ઠેર ઠેર દરોડા પાડી સમાજમાં જુગારનો દુષણ ફેલાવતા કેટલાક લોકોને દબોચી લીધા છે. ત્યારે ગઈકાલે ફરી મોરબી સીટી બી ડિવિઝન અને વાંકાનેર તાલુકા પોલીસે બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી કુલ પાંચ પત્તાપ્રેમીઓની ધરપકડ કરી છે. અને તમામ વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે સાંજના સમયે મોરબી સીટી બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, ત્રાજપર ખારી રામજી મંદિરની સામેની શેરીમાં બે લોકો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમતા રમેશ બાબુભાઇ સાતલો અને ચંદુ ગોવિંદભાઇ બારૈયા ઝડપાયા હતા. જેમની પાસેથી પોલીસે રૂ-૧૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ અન્ય બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે સીંધાવદર ગામે રેડ પાડી જાહેરમાં ગોળકુડાળુ વળી જુગાર રમતા જીતેશ નાનજીભાઇ દલસાણીયા, નીતેષ રવજીભાઇ સોલંકી અને દીનેશ ઉર્ફે દીલો સોમાભાઇ વીરસોડીયા નામના શખ્સ ઝડપાયા હતા. જેમની પાસેથી પોલીસે રૂ. ૬૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી આરંભી છે.