ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં શેરીઓ ગલીઓમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જે અંગે તો સૌ કોઈ જાણે છે આવા લોકોને ડામવા પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં એક રહેણાંક મકાનમાં રેડ કરતા પોલીસને વિદેશી દારૂની પાંચ બોટલો મળી આવતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વાવડી રોડ પાસે આવેલ સુમતીનાથ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં દારૂ વેચાય છે, જે હકીકતના આધારે પોલીસ સ્ટેફે ત્યાં દરોડો પાડતા સ્થળ પરથી વિદેશી દારૂ Mc Dowells NO.1 ની ૦૫ બોટલો મળી આવી હતી. જે મળી પોલીસે રૂ.૧૮૭૫ /-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને કલમ ૬૫-A-A,૧૧૬-B, મુજબ પોલીસે હરેશ જલાભાઇ ગઢવી નામના આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.