રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતી પૂર્ણ રીતે થાય તે અનુસંધાને મોરબી એસ.ઓ.જી.નાં ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યાને ગેરકાયદેસર હથિયારો પોતાના કબજામા રાખી અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ હતી. જે દરમિયાન મોરબી એસ.ઓ.જી.ટીમે મહેન્દ્રનગર ચોકડી પાસેથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની એક પીસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટીસ સાથે પકડી પાડયો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી.ના પીઆઈ એમ.પી.પંડ્યા તેમજ પીએસઆઈ એમ.એસ.અંસારી તથા એસ.ઓ.જી.સ્ટાફના માણસો ગેર કાયદેશર હથિયારો પોતાના કબજામા રાખી અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમોને શોધી કાઢવા કાર્યરત હતા. તે દરમિયાન એસ ઓ જી ને બાતમી મળેલ કે,મહેન્દ્રનગર ચોકડી પાસે ટિંબડી રોડ પર એક ઇસમના ગેરકાયદેશર પીસ્તોલ જેવુ હથિયાર સાથે ઊભો છે જે બાતમીનાં આધારે રેઇડ કરતા બાતમી મુજબના સ્થળ પરથી વિજયભાઇ ઉર્ફે જગો રમણીકભાઇ ઓગાણીયા નામનો ઈસમ રૂ.૧૦,૦૦૦/-ની કિંમતની દેશી બનાવટની પીસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટીઝ મળી કુલ રૂ. ૧૦,૩૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.