મોરબી કચ્છ હાઇવે પર સર્જાયેલ એક અકસ્માતમાં કચ્છ પોલીસની બોલેરો કાર સહીત ટાવેરા ગાડીને એક ડમ્પર ચાલકે હડફેટે લીધી હતી. જેના કારણે બંને ગાડીઓમાં નુકશાન થયું હતું. જો કે સદ્નસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા.
મળતી માહિતી અનુસાર, કચ્છ મોરબી હાઇવે પર હરીપર ગામ પાસે મચ્છુ નદીના પુલ ઉપર એક ડમ્પર ચાલકે પોતાનું GJ-12-BY-9802 નંબરનું ડમ્પર પુરપાટ ઝડપે ચલાવી આગળ ઉભેલ ભુજ આર્મ પોલીસ કોન્સ્ટેબલની ગાડી સાથે અથડાવ્યુ હતું. જેને કારણે પોલીસની બોલેરો કાર તેની આગળ ઉભેલ ટાવેરા ગાડી સાથે અથડાઈ હતી. જેના કારણે બંને કારમાં ભારે નુકશાન થયું હતું. જે સમગ્ર મામલે હાલ માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક સુરેશભાઇ નથુભાઇ સાલાણી વિરુદ્ધ આઈ.પી.સી. કલમ-૨૭૯,૪૨૭ એમ.વી.એકટ કલમ- ૧૭૭,૧૮૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.