ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. મોરબી વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ મતદાન પહેલાની એક ઓડિયો કલીપ વાઈરલ થઇ છે. જેને લઇ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં લોકો કહે છે કે, કાંતિ અમૃતિયાને અંદર ખાને પાડી દેવાના છે તેવું ગોઠવી દીધું છે.
મળતી વિગતો અનુસાર, માળીયા મી. તાલુકાના ઘાટીલા ગામના વ્યક્તિની એક ઓડિયો કલીપ વાઈરલ થઇ છે. જેમાં બે લોકોને કહેતા સાંભળી શકાય છે કે, “મોરબી માળિયા બેઠક પર મુંગે મોઢે પાડી દેવાના છે. કાંતિ અમૃતિયાને અંદર ખાને પાડી દેવાના છે તેવું ગોઠવી દીધું છે. ભાજપ વાળા ગમે તે આવે તો બહુ સારું હવામાન છે તેવું કહી પાડી દેવાના છે. કાંતિલાલ ને તેના ખર્ચે જ કાર્યાલય ખોલી પાડી દેવાના છે. કાંતિલાલ હારી જાય છે.” ત્યારે આ ઓડિયો કલીપ વાઈરલ થતા રાજકારણનું વાતાવરણ ગરમ થયું છે. ત્યારે મોરબી મિરર આં ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી.