Friday, October 18, 2024
HomeGujaratહળવદમાં નવા ઈશનપુર તથા જુના ઈશનપુર વચ્ચે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

હળવદમાં નવા ઈશનપુર તથા જુના ઈશનપુર વચ્ચે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

હળવદ પોલીસે નવા ઈશનપુર તથા જુના ઈશનપુર વચ્ચે આવેલ કેનાલના નાલા પાસે વોંકળામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. જયારે આરોપી સ્થળ પરથી ફરાર થઇ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર, હળવદ પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, નવા ઈશનપુર તથા જુના ઈશનપુર વચ્ચે આવેલ કેનાલના નાલા પાસે વોંકળામાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે, જે હકીકતના આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી ૩૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો જે એક લીટરની કિંમત રૂ.૨ લેખે કુલ રૂ.૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે જયંતીભાઈ કેશાભાઈ વરાણીયા નામનો આરોપી ફરાર થઇ જતા તેને પકડવા હળવદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!