મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગત તા.૩૧ જાન્યુઅરી ના રોજ લોન મેળાનું આયોજન કરાયું હતું જેમાં લોન મેળવવા ઈચ્છુક નાના ધંધાર્થીઓ તેમજ અન્ય જરૂરિયાતમંદ લોકોએ ભાગ લીધો હતો.
જે લોન મેળામાં લૉન મળવા પાત્ર ૧૨૩ લોકોની અલગ અલગ પ્રકારની લોન મંજુર કરવામાં આવી હતી અને જેના કુલ રૂ.૨,૬૮,૦૩,૧૦૮ (બે કરોડ અડસઠ લાખ ત્રણ હજાર એકસો આઠ)ની રકમના ચેક વિતરણ અને સર્ટીફીકેટ વિતરણ નો કાર્યક્રમ આજે મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો જેમાં રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તેમજ સ્થાનિક ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય સરકારી વિભાગોના પ્રમુખ હાજર રહ્યા હતા.