Friday, October 25, 2024
HomeGujaratમોરબીમાં કોરોનાની ગતી વધી : આજે વધુ ૧૮ નવા કેસ નોંધાયા.

મોરબીમાં કોરોનાની ગતી વધી : આજે વધુ ૧૮ નવા કેસ નોંધાયા.

મોરબીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સૌથી મોટો કોરોના બ્લાસ્ટ થયો છે. જેમાં મોરબી જિલ્લામાં એક જ દિવસમાં કુલ 18 કેસ નોંધાયા છે. જેમાંથી 17 કેસ તો ખાલી મોરબી શહેરમાં જ નોંધાયા છે. જ્યારે હળવદમાં 1 કેસ મળી કુલ 18 કેસ નોંધાયા છે. જે બાદ હવે મોરબી જિલ્લામાં કુલ એક્ટિવ કેસનો આંકડો 38 પર પહોચ્યો છે. ત્યારે કોરોનાનાં વધતા કેસો તંત્રની ચિંતામાં પણ વધારો કર્યો છે. જેને લઇ હવે તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો કરવામાં આવશે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આજે 671 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં પોઝિટિવ કેસો ચિંતાજનક રીતે  વધી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!