બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વલ્લભભાઈ ખીમજીભાઈ ભલગામા (રહે.રવિપાર્ક-૨, વાવડી રોડ, મોરબી) એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટેન્કર નં. જીજે-૧૨-બીડબ્લ્યુ-૮૮૪૫ ના ચાલકે પોતાનું ટેન્કર પુર ઝડપે ચલાવીને મોરબી માળિયા હાઈવે પર આવેલ રવિરાજ ચોકડી નીચેના ભાગે વળાંક વાળવા સમયે કાવું મારી ફરિયાદી વલ્લભભાઈના મોટર સાઈકલને પાછળથી ઠોકર મારી પછાડી દઈ ગંભીર ઈજા કરી હતી તેમજ સાહેદની વર્ના કારને પણ પાછળથી ઠોકર મારી હતી, હાલ મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.