મોરબી પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાની સુચના તથા પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભીનાં માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને મળેલ હકીકત આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુન્હાના કામનો નાસતો-ફરતો આરોપી ધવલ નરેન્દ્રભાઇ શુકલ (ઉ.વ. 30, રહે. હળવદ જોષીફળી)ને ગઈકાલે તા. 29ના રોજ રાત્રે 9 વાગ્યા આસપાસ હળવદ-મોરબી ચોકડી ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપેલ છે. આમ, છેલ્લા દોઢેક વર્ષથી ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી. બી. જાડેજા, પીએસઆઈ એન. બી. ડાભી, એએસઆઈ હિરાભાઇ ચાવડા, પો. હેડ. કોન્સ. ચંદ્રકાન્તભાઈ વામજા, રસીકભાઇ ચાવડા, જયવંતસિંહ ગોહિલ, સંજયભાઈ પટેલ, પો. કોન્સ દશરથસિંહ પરમાર, યોગેશદાન ગઢવી, નીરવભાઈ મકવાણા, જયેશભાઈ વાઘેલા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, સહદેવસિંહ જાડેજા સહિતનાંઓ રોકાયેલા હતાં.