Tuesday, November 19, 2024
HomeGujaratઉછીના રૂપીયાની ઉઘરાણી કરી ઈસમે યુવક પર કર્યો છરી વડે હુમલો

ઉછીના રૂપીયાની ઉઘરાણી કરી ઈસમે યુવક પર કર્યો છરી વડે હુમલો

માળીયા મી.માં યુવકે અગાઉ ઈસમ પાસેથી ઉછીના રૂપીયા લીધેલ હોય જે રૂપીયા બાબતે આરોપીએ બોલાચાલી કરી યુવકને ગાળો આપી જપાજપી કરી છરી વતી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મીયાણાના મોટા દહીંસરા ખાતે રહેતા કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલાએ ક્રીપાલસિંહ વિશુભા જાડેજા પાસેથી અગાઉ ઉછીના રૂપીયા લીધેલ હોય જે રૂપીયા બાબતે આરોપીએ મોટા દહીંસરા ગામે જાગનાથ મહાદેવના મંદીર પાસે ફરીયાદી સાથે બોલાચાલી કરી ફરીયાદીને ગાળો આપી જપાજપી કરી છરી વતી જમણા હાથમા સામાન્ય ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!