મોરબીમાં આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે.જેમાં એક યુવકને નાનપણમાં ઇજાના કારણે ડાબી આખમા ખોટ હોય જેથી સગાઇ થતી ન હોય જેના કારણે યુવકને લાગી આવતા પોતાની જાતે ગળે ફાસો ખાઇ યુવકે મોતને વહાલું કર્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં એલીકોન કારખાનાના મજુર ક્વાટ્રસમા રંગપર ગામની સીમમાં રહેતા સોનુભાઇ ધનસીંગ મેડા નામના ૧૯ વર્ષીય યુવકને નાનપણમા રમતા રમતા ડાબી આખમા ઇજા થતા ડાબી આખમા ખોટ હોય જેથી સગાઇ થતી ન હોય જેથી યુવકને લાગી આવતા પોતાની જાતે લેબર ક્વાટ્રસમા ચુદડી વડે ગળે ફાસો ખાઇ આપધાત કરી લેતા સમગ્ર મામલે મૃતકના પિતા ધનસિગ ધુલીયાભાઇ મેડા દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.