મળતી વિગતો અનુસાર ગઈકાલે તા.૧૬ના રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે શહેરમાં નગર દરવાજા નજીક તરગારા સ્ટેન્ડ પાસે રમણીકભાઇ વશરામભાઇ ધરોડીયા (રહે. ભડિયાદ, મોરબી-૨), સુરેશભાઇ શંકરભાઇ દેગામા (રહે. ભડિયાદ, મોરબી-૨) અને જાવેદભાઇ વલીમામદભાઇ સરવદી(રહે. ફૂલછાબ કોલોની, વિસીપરા, મોરબી-૨) વાળાને જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમી રમતા પકડી પાડી પાડીને પોલીસે જુદા-જુદા દરની ભારતીય ચલણી નોટો મળી કુલ રોકડા રૂ.૯૫૦ જપ્ત કરી ત્રણેય આરેપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.