વાંકાનેરમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાના ઘર પાસે નગરપાલીકાના વાલમાંથી પાણી નીકળતુ હોય જેથી પાવડો લઇ ધોરીયો કરતા મહિલા પર બે ઈસમોએ હુમલો કર્યો હતો. જેમાં મહિલા ઈજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ ખસેડી સમગ્ર મામલે ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં ચન્દ્રપુર માર્કેટયાર્ડ પાસે રહેતા રાજુબેન અરવિંદભાઈ સોલંકી પોતાના ઘરથી થોડે દુર નગરપાલીકાના વાલમાંથી પાણી નીકળતુ હોય જેથી પાવડો લઇ ધોરીયો કરતા હોય જે હકાભાઈ ઉર્ફે મુંગો હિરાભાઈ પરમાર તથા તેના મોટાભાઈને સારૂ નહિ લાગતા હકાભાઈ ઉર્ફે મુંગોએ મહિલાને ધકો મારી નીચે પાડી દઈ હકાભાઈના મોટાભાઈએ ઢીકાપાટુનો માર મારી હકાભાઈ ઉર્ફે મુંગોએ બાજુમા પડેલ પાવડાથી માથામા કપાળે ડાબી બાજુ માર મારતા બે ટાંકા આવેલ તથા માથામા તથા શરીરે સમાન્ય મુંઢ ઈજા પહોંચાડતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.