પૂજ્ય જીજ્ઞેશ દાદાના મુખે ભાગવત કથાનું રસપાન કર્યા બાદ ચાડધ્રા ગામના માધુભા ડુંગરસંગ ગઢવી સ્વર્ગવાસ પામ્યા છે. જેમનું સદગત નું બેસણું ૧૮-૧૨-૨૦૨૩ ને સોમવારના રોજ સવારના ૦૮:૦૦ વાગ્યાથી સાંજ ના ૦૬:૦૦ વાગ્યા સુધી ચાડધ્રા ગામ ખાતે રાખેલ છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ પીઆઈ એચ.એમ.ગઢવી અને જયરાજસિંહ મધુભા ગઢવી ના પિતા સ્વ.માઘુભા ડુંગરસંગ ગઢવી ૧૪-૧૨-૨૦૨૩ માગશર સુદ -૨ ને ગુરુવારના રોજ પરીક્ષિત રાજાની જેમ પૂજ્ય જીજ્ઞેશદાદા ના મુખે ભાગવત કથાનું રસપાન કરી વૈકુંઠ ધામ પામ્યા છે. જેમનું સદગત નું બેસણું ૧૮-૧૨-૨૦૨૩ ને સોમવારના રોજ સવારના ૦૮:૦૦ થી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી ચાડધ્રા ગામ ખાતે રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા તા.૨૫-૧૨-૨૦૨૩ ને સોમવારના રોજ ચાડધ્રા ગામ ખાતે રાખેલ છે. પુત્ર જયરાજસિંહ ગઢવી,હિતેષભાઇ ગઢવી અને પૌત્ર સિદ્ધરાજ જયરાજસિંહ ગઢવી,પૃથ્વીરાજ જયરાજસિંહ ગઢવી, રાજ જયરાજસિંહ ગઢવી, કરણ હિતેશભાઇ ગઢવી, શિવાય હિતેશભાઇ ગઢવી અને પરપૌત્ર ધર્મરાજ પૃથ્વીરાજ ગઢવી દ્વારા ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.