મોરબી જિલ્લામાં યુવા ભાજપ અને શહેર ભાજપમાં નવા પ્રમુખ અને મહામંત્રી ની નિમણુક આપવામાં આવી છે.
જેમાં મોરબી ભાજપ ના યુવા આગેવાન અને સામાજિક પ્રવૃત્તિ માં અગ્રેસર રહેતા સાગર સદાતિયાની મોરબી જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા ના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
ત્યારે હળવદના યુવા અને સામાજીક આગેવાન અને યુવાનો ના હ્રદય સમ્રાટ એવા તપન ભાઈ દવેની મોરબી જિલ્લા યુવા ભાજપમાં ફરી બીજી વખત મહામંત્રી તરીકે નિમણુક થતાં બહોળું મિત્ર વર્તુળ ધરાવતા તપન ભાઈ પર શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.આ ઉપરાંત બીજા મહામંત્રી તરીકે શકિતસિંહ જાડેજાને નિમણૂક આપવામાં આવી છે.