ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો ગુજરાતમાં બેફામ બની ગયા છે. રાજ્યની સરહદમાં જ્યાં ત્યાંથી દારૂ ઘૂસાડવા માટે તેઓ તત્પર છે. આવામાં વલસાડ જીલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો જવાબદાર અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વલસાડ જીલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબીશનના ગુનાઓમાં કબ્જે કરવામાં આવેલ વિદેશી દારૂનો વિશાળ જથ્થો નાશ કરાયો હતો. જેમાં વિવિધ અધિકારીઓની હાજરીમાં ભીલાડ આર.ટી.ઓ ચેકપોસ્ટના લેન પાર્કિંગમાં વેરહાઉસની સામે ખુલ્લી જગ્યામાં વલસાડ જીલ્લાનાં તમામ પોલીસ સ્ટેશનોના પ્રોહીબીશનના કુલ ૮,૮૨૩ ગુન્હાઓમાં કબ્જે કરવામાં આવેલ વિદેશી દારૂની કુલ ૭,૮૧,૬૫૧ બોટલોની કુલ રૂ. ૯,૨૪,૭૭,૫૮૦/- (નવ કરોડ ચોવીસ લાખ સીત્તોતેર હજાર પાંચસો એંશી)નો મુદામાલ નાશ કરવામાં આવ્યો હતો.