મોરબી જિલ્લા પેન્શનર સમાજનાં આજીવન સભ્યો માટે તારીખ ૩૧-૧૨-૨૦૨૩ ના રોજ વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના પેન્શનરોના વિવિધ મુદ્દાઓને લઈને સામાન્ય સભામાં ચર્ચા વિચારણા કરવામાં આવશે.
મોરબી જિલ્લા પેન્શનરો માટે આગમી ૩૧-૧૨-૨૦૨૩ ના રોજ સવારે ૮ કલાકે પંચમુખી હનુમાનજીનું મંદીર, ધરમપુર રોડ, ઊમા ટાઉનશીપ સામે વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભ્યોને ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ જે.એસ. ડાંગર જણાવવામાં આવ્યું છે.