મોરબીના જૂના બેલા (આમરણ)ગામના રહેવાસી મહિલાએ પોતાની સગીર દીકરી નુ અપહરણ થયાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી હતી જેમાં પોલીસે તપાસ હાથ ધરી ને અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડી ને સગીરા ને હેમખેમ પરિવારને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના જુના બેલા ગામના પરિવારની સગીર દિકરી ખેતરે મજૂરી કામે ગયેલ હતી. બાદ ઘરે પરત ફરી ન હતી જે મામલે સગીરાની માતાએ સગીર દીકરીનુ અપહરણ થયાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાવી હતી.જે અંગે પોલીસે પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી જે દરમિયાન મોરબી તાલુકા પોલીસે અપહરણ કરનાર આરોપી હૈદર હબીબભાઈ ઉર્ફે રાણાભાઇ જામની ધરપકડ કરી છે ને સગીરા ને હેમખેમ પરિવારને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.