મોરબીમાં અકાળે મોતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબીનાં રફાળેશ્વર ગામ બાપા સીતારામ શેરીમાં રહેતી પૂજાબેન અરવિંદભાઇ જંજવાડીયા નામની મહિલા તેના પિયરમાં કોઈ કારણોસર ગઈ હોય ત્યારે ગઈકાલે સાંજના સમયે પરણિતાનું અકળ કારણોસર મોત નીપજ્યું હતું. જેને લઈ તેના પરિવારજનો દ્વારા પરણિતાને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે મહિલાને તપાસી મૃત જાહેર કરી હતી. અને સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.