Tuesday, November 19, 2024
HomeGujaratમાળીયા(મી)ના તરઘરી ગ્રામ પંચાયતના સરપંચના પતિ તથા ગ્રામપંચાયતના સભ્ય લાંચ લેતા ઝડપાયા

માળીયા(મી)ના તરઘરી ગ્રામ પંચાયતના સરપંચના પતિ તથા ગ્રામપંચાયતના સભ્ય લાંચ લેતા ઝડપાયા

ગામનો વિકાસની વાત એક બાજુ પર મૂકીને પૈસા ખાવામાં મસ્ત “ગામના ફકત નામના મોભીઓ”ને લાંચના પૈસા સ્વીકારતા મોરબી એસીબી એ રંગેહાથ ઝડપી લીધા

- Advertisement -
- Advertisement -

મોરબી લાંચ રુશવત વિરોધી શાખાએ માળીયા મી.નાં તરઘરી ગામે આવેલ બાલાજી ચેમ્બર અવધ ડીલક્ષ પાનની દુકાનની સામે પીપળીયા ચાર રસ્તા પાસેથી ગ્રામપંચાયતના સભ્ય તથા સરપંચના પતિને પરદેશી બાવળ કાપવાની ગ્રામ પંચાયતની મંજુરી આપવા માંગેલ લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યા હતા.

મળતી માહિતી અનુસાર, મોરબીનો એક જાગૃત નાગરિક પરદેશી બાવળ કાપી છુટક વેચાણ કરી મજુરી ધંધો કરતો હોય જેણે તરઘરી ગ્રામ પંચાયતની ખરાવાડ તથા ગ્રામ પંચાયતના ખરાબામાં પરદેશી બાવળ કાપવા તરઘરી ગ્રામ પંચાયતના ચુટાયેલ સભ્ય દામજીભાઇ પોપટભાઇ ગામીની પાસે પંચાયતની મંજુરી લઇ આપવા કહેતા દામજીભાઇ પોપટભાઇ ગામીએ તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ જ્યોતિબેનના પતિ મુકેશભાઇ હમિરભાઇ પરમાર કે જેઓ ગ્રામપંચાયતનો તમામ વહિવટ પોતાના પત્ની વતી કરતા હોય જેમની સાથે ફરીયાદીને મેળવી બન્ને આરોપીઓએ ફરીયાદી પાસેથી તરઘરી ગ્રામ પંચાયતની ખરાવાડ તથા ગ્રામ પંચાયતના ખરાબામાં પરદેશી બાવળ કાપવાની ગ્રામ પંચાયતની મંજુરી આપવાના અવેજ પેટે રૂ.૮૦,૦૦૦/- આપે તો જ ગ્રામ પંચાયતની મંજુરી આપવાનુ કહી ફરીયાદી પાસેથી રૂ.૮૦,૦૦૦/-ની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી તેઓએ મોરબી એ.સી.બી. કચેરીનો સંપર્ક કરતા આજરોજ મોરબી એ.સી.બી. દ્વારા લાંચનુ છટકુ ગોઠવવામા આવ્યું હતું અને દામજીભાઇ પોપટભાઇ ગામીને રૂ.૮૦,૦૦૦/-ની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો હતો. જેને ગુન્હાની કબૂલાત આપતા એ.સી.બી.એ બંને આરોપીઓને પકડી પાડ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!