ટંકારા શહેરમાં હિન્દુ વિસ્તારમાં અન્ય સમાજના લોકો પગ પેસારો કરી મિલકત ઉચી કિંમતે ખરીદી કરી બાકીની મિલકત મફતના ભાવે ખરીદવાની પેરવી કરતા હોય ઉપરાંત હિન્દુ ધર્મના સ્થાનકો નજીક પ્રોપર્ટી ખરીદી કરી શુલેહ શાંતી અને કાયદો વ્યવસ્થા બગડેએ મુજબ આગોતરા આયોજન મુજબ કામ થતું હોય તેવા મુદ્દા સાથે ત્રણ હાટડી વિસ્તારના લોકો સૂચિત વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ટંકારા શહેરમાં અન્ય સમાજના લોકો પગ પેસારો કરી રહ્યા છે. અને હિન્દુ ધર્મ સ્થાનો નજીક પ્રોપર્ટી ખરીદી કરી સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થા બગડે તેવા ભયના ઓથાર હેઠળ ટંકારા આર્ય સમાજ નજીક આવેલા ત્રણ હાટડી વિસ્તારમાં જ્યાં રામજી મંદિર, અંબાજી મંદિર, હનુમાનજી મંદિર, અને ગરબી ચોક સહિતના અન્ય દેવ દેવતાના સ્થાન આવેલા છે. જ્યાં અન્ય ધર્મના વ્યક્તિને રહેણાંક મકાન વહેંચવાની પેરવી થઈ રહી હોય આ વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ સુચિત વિસ્તારમાં અશાંત ધારો લાગું કરવા માટે કલેકટર, મામલતદાર, તાલુકા પંચાયત અને પોલીસ મથક સહિતનાઓને લેખિત રજૂઆત કરી માંગણી માટે મોટી સંખ્યામાં ત્રણ હાટડીના રહિશો પહોચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારામા બજાર ભાવ કરતાં ઉંચી કિંમતે મકાન અને દુકાન સહિતની પ્રોપર્ટી ખરીદી થતાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.