મળતી માહિતી અનુસાર મોરબીના સાપર ગામ નજીક પાવડીયારી જેતપર રોડ ઉપર આવે અલ્ટ્રા મીનરલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા રમતીબેન રાકેશભાઇ ડાવર ઉવ.૨૨ એ કોઈ અગમ્ય કારણોસર મજુર કોલોનીની ઓરડીમાં ગળેફાંસો ખાઇ લેતા મરણ ગયેલ હતા. ત્યારે રમતીબેનની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલે તેના પતિ રાકેશભાઇ લાવતા પતથમિક માહિતી આપતા જાહેર કર્યું કે મૃતક રમતીબેનનો લગ્નગાળો આશરે ચાર વર્ષનો હોય અને સંતાનમાં એક બાળક હોવાનું જણાવ્યું હતું. હાલ મોરબી તાલુકા પોલીસે આત્મહત્યાના નાણાવમાં અ.મોતની નોંધ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.