મળતી માહિતી અનુસાર મોરબી એલસીબી પોલીસ ટીમે વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીકથી આરોપી જીજ્ઞેશભાઇ ઉર્ફે પેપો અશ્વિનભાઇ વીંછી ઉવ.૩૫ રહે.વાંકાનેર દરબારગઢ રોડ કે જે અન્ય આરોપી કલ્પેશભાઇ બાબુલાલ મહેતા ઉવ.૪૬ ધંધો વકીલાત રહે.વાંકાનેર મેઇન બજાર સાથે મોબાઇલ ફોન ઉપર વાતચીત કરી ટાટા આઈપીએલની લખનઉ અને ચેન્નાઇ વચ્ચે રમાઈ રહેલ ક્રિકેટ મેચમાં મોબાઇલ મારફત રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમી રહેલ બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. એલસીબી પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડ રૂ.૨,૭૦૦/- તથા બે મોબાઇલ સહીત કુલ ૧૨,૭૦૦/-નો મુદામાલ કબ્જે લઇ વાંકાનેર સીટી પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.