જિલ્લા પંચાયત ખાતે કેન્સર જેવા ગંભીર રોગ મામલે આજે વર્કશોપ યોજાયો હતો જેમાં mbbs ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા તેમજ જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું
આ વર્કશોપ જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો જેમાં વિવિધ તજજ્ઞ દ્વારા વક્તવ્ય કરવામાં આવ્યું હતું
મોરબી જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ના મેડિકલ ઓફિસર તથા તમામ તાલુકા હેલ્થ ઓફિસર ને માર્ગદર્શન પૂરું પાડવા માટે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ ખાતેથી કેન્સર નિષ્ણાંત ડોકટર તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ ખાતેથી ઓનકોલોજિસ્ટ હાજર રહ્યા હતા અને વર્કશોપ માં હાજરી આપનાર ને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું