હળવદ તાલુકાના ચૂંપણી ગામે મકાનમાંથી ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો હળવદ પોલીસે શોધી કાઢ્યો છે. હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે રહેણાંક મકાનના તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી દેશી દારૂનો કુલ ૪૦૦ લીટર કિંમત રૂ. ૮,૦૦૦ નો મુદ્દા માલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના ચૂપણી ગામે આરોપીના રહેણાક મકાનમાંથી દેશી દારૂનો કુલ ૪૦૦ લિટર કિંમત રૂ. ૮,૦૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હોવાથી વોન્ટેડ આરોપી ધીરુભાઈ કેશુભાઈ વાજેલીયા વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.