Wednesday, September 25, 2024
HomeGujaratમોરબીના વીન્ટેજવિલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી વેપારીના એકટીવાની ચોરી

મોરબીના વીન્ટેજવિલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી વેપારીના એકટીવાની ચોરી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વીન્ટેજવિલા નામના એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ધોળા દિવસે એકટીવા મોપેડની કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઇ ગયા અંગે મોપેડના માલિક દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાંથી વધુ એક મોપેડ ચોરી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં ગત તા. ૦૧/૦૫ ના રોજ રવાપર રોડ ઉપર નીલકંઠ સ્કૂલની બાજુમાં આવેલ વિન્ટેજ વીલા એપાર્ટમેન્ટમાં બપોરના સુમારે પાર્ક કરેલ એકટીવા રજી. નં. જીજે-૩૬-એચ-૬૭૭૭ કિ.રૂ.૨૫,૦૦૦/- ની કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઇ ગયાની એકટીવા મોપેડના માલિક હરિલાલભાઈ રૂગનાથભાઈ રાજપરા ઉવ.૫૭ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!