મોરબીમાં કુબેર સીનેમા પાછળ મફતીયાપરા યોગીનગરના બોર્ડ સામેના વિસ્તારમાં રહેતા દીનેશભાઇ દેવસીભાઇ સોલંકીની 18 વર્ષીય દીકરી દીવ્યા ગત તા. 17ના રોજ બપોરના ચારેક વાગ્યાના આસપાસ કોઇને કહયા વગર ઘરેથી જતી રહી હતી જેમાં યુવતીના પિતાએ પિતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે યુવતી દિવ્યાએ ગુલાબી કલરનુ ટોપ તથા ફોકી કલરની લેગીસ પહેરેલ છે તથા તેના ડાબા હાથમા ક્લાઇ પર દીવ્યા ત્રોફાવેલ છે. દિવ્યા વાને ઉજળી તથા મધ્યમ બાધાની ઉચાઇ ધરાવતી હોવાની માહિતી આપતા પોલીસે યુવતીની શોધખોળ હાથ ધરી છે.