Sunday, September 22, 2024
HomeGujaratમોરબીની શાક માર્કેટમાં વર્ષો જૂનુ નળીયાવાળું બાંધકામ ધરાશાયી:જાનહાનિ ટળી

મોરબીની શાક માર્કેટમાં વર્ષો જૂનુ નળીયાવાળું બાંધકામ ધરાશાયી:જાનહાનિ ટળી

મોરબીની શાક માર્કેટમાં મોટી દુર્ઘટના બનતા જરાકથી ટળી છે. જેમાં શાક માર્કેટમાં આવેલ વર્ષો જૂનો નળિયાવાળો માંચડો અચાનક ધરાશાયી થતા અફરા-તફરી મચી જવા પામી હતી. જો કે બનાવમાં સદ્નસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી.

- Advertisement -
- Advertisement -

મોરબીની શાક માર્કેટમાં આવેલ વર્ષો જૂનો નડિયા વાળો ધરાશાયી થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જો કે, લોકોથી ભરચક્ક રહેતી શાક માર્કેટમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, બનાવ સમયે માચડાં પાસેથી એક મહિલા પસાર થઇ રહી હતી. પરંતુ તેઓ બનાવ બનતા પહેલા ત્યાંથી પસાર થઇ જતા સહેજમાં બચી હતી. ત્યારે બનાવ CCTV ફૂટેજમાં કેદ થયો છે. ત્યારે બનાવની જાણ થતા જ મોરબી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ તમામ કાટમાળ હટાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!