Sunday, September 22, 2024
HomeGujaratટંકારા:ચોરાઉ બાઇક સાથે રીઢા ચોરને ઝડપી લેવાયો

ટંકારા:ચોરાઉ બાઇક સાથે રીઢા ચોરને ઝડપી લેવાયો

રીઢા વાહન ચોર પાસેથી અન્ય એક બાઇક સહિત બે બાઇક કબ્જે કરતી ટંકારા પોલીસ

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ મથક ટીમ વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન ચોરાઉ બાઇજ સાથે નીકળેલ રીઢા વાહન ચોરને ચોરાઉ બાઇક તથા અન્ય એક બાઇક સહિત બે બાઇક સાથે પકડી લેવામાં આવ્યો હતો.

ટંકારા પોલીસ મથકના પીઆઇ વાય.કે.ગોહિલ તથા સ્ટાફ વાહન ચેકીંગની કામગીરીમા હોય તે દરમ્યાન એક ઈસમ નંબર પ્લેટ વગરનુ શંકાસ્પદ મોટર સાયકલ લઈ ત્યાંથી પસાર થતા તેને રોકી તેની પાસે બાઇકના આધાર પુરાવા માંગતા તેની પાસે નહી હોવાનુ જણાવતા જેથી ઈસમની યુક્તિ પ્રયુક્તિથી સઘન પુછપરછ કરતા ઉપરોક્ત મોટર સાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી તેમજ આ સિવાય અન્ય બીજુ એક ચોરીનું મોટર સાયકલ તેણે છુપાવેલ હોવાની પણ કબુલાત આપતા ટંકારા પોલીસે હીરો કંપનીના સ્પ્લેન્ડર મોટર સાયકલ કબ્જે લઈ આરોપી આશિષ કાન્તિલાલ ઘોરેચા ઉવ.૩૩ રહે. મૂળ ઓટાળા ગામ તા.ટંકારા હાલ રહે.ટંકારા ઇન્દ્રપ્રસ્થ સોસાયટી-૧ વાળાની અટકાયત કરી ટંકારા તથા ખંભાળીયા પોલીસ મથકમાં નોંધાયેલ વાહન ચોરીની બે ફરિયાદનો ભેદ ઉકેલ્યો હતો.

આ કામગીરી ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.કે.ગોહિલ તથા ટંકારા પોલીસ મથકના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!