બે દિવસ પહેલા લાલપર ક્રિષ્ના હોટેલ પાસે વિપુલભાઈ નામનાં વ્યક્તિ કોઈ કારણોસર કેનાલ નજીક ડેમમાં ડૂબી ગયા છે તેવો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. જેને આધારે ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરતાં આજરોજ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, લાલપર ક્રિષ્ના હોટેલ પાસે બે દિવસ પહેલા વિપુલભાઈ ભૂપતભાઈ કણસાગરા ઉંમર વર્ષ ૨૨ વાળા કોઈ કારણોસર કેનાલમાં ડૂબી ગયા છે. તેવો કોલ ફાયર કંટ્રોલ રૂમમાં મળતાં ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે વિપુલભાઈની ડેડ બોડી આજરોજ મૃત હાલતમાં મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી ટીમને મળી આવતા બહાર કાઢવામાં આવી હતી.