Thursday, December 26, 2024
HomeGujaratરાજકોટ રેન્જ આઇજી સંદીપ સિંહ નું ફેસબુક એકાઉન્ટ હેક, હેકરે મિત્રો પાસેથી...

રાજકોટ રેન્જ આઇજી સંદીપ સિંહ નું ફેસબુક એકાઉન્ટ હેક, હેકરે મિત્રો પાસેથી માંગ્યા નાણા

રેન્જ આઈજી સંદીપ સિંહે પોતેજ ફેસબુક હેક થયાની જાણ કરી લોકોને મસેજ આવે તો જવાબ ન આપવા જણાવી છેતરપીંડી નો ભોગ બનતા અટકવા અપીલ કરી છે.

- Advertisement -
- Advertisement -

સોશ્યલ મીડિયાનો જેટલો સદુપયોગ છે તેટલો જ દુરુપયોગ ઓન થાય છે ત્યારે અનેક વખત સામાન્ય લોકોથી લઈને તમામ કક્ષાના લોકો આ સોશ્યલ મીડિયાના સાયબર ક્રાઇમનો ભોગ બને છે જેમાં આજે રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંહ નું ફેસબૂક એકાઉન્ટ હેકરે હેક કરી લેતા પોલીસ દોડતી થઈ હતી જેમાં હેકરે એકાઉન્ટ હેક કર્યા બાદ આઈપીએસ સંદીપ સિંહના તમામ લાગતા વળગતા લોકોને મેસેજ કરી નાણાં ની માંગણી કરી હતી જો કે આવો જ કિસ્સો મોરબીના પણ ભાજપના આગેવાન સાથે બન્યો હતો અને મોરબી ચીફ ઓફિસર ગિરીશ સરૈયા પણ આ સાયબર ક્રાઇમનો ભોગ બનવામાંથી બાકાત નથી રહ્યાં ત્યાંરે રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંહનું ફેસબુક એકાઉન્ટ હેક થતાં ની સાથે જ સાયબર સેલ ,ટેકનીકલ સેલ સહિતની ટિમો કામે લાગી હેકર્સના આઇટી નમ્બર સહિતની તપાસ હાથ ધરી છે સાથે જ રેન્જ આઈજી સંદીપ સિંહે પણ તમામ તેના મિત્રોને પોતાનું એકાઉન્ટ હેક થયાની જાણકારી આપી અને જો કોઈ મેસેજ આવે તો તેનો જવાબ ન આપવા જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!