પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના રહેવાસી ઇમ્તિયાજ જુસબ સુમરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે રીક્ષા નં. જીજે-૦૩-ડબલ્યુ-૧૯૨૯ લઈને માળિયા ત્રણ રસ્તા ઓવરબ્રિજ પાસેથી પસાર થતા હોય તે દરમ્યાન કન્ટેનર નં. જીજે-૧૨-બીવી-૫૮૧૪ નાં ચાલકે રીક્ષાને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં રીક્ષામાં સવાર અનવરભાઈને ખભામાં ફેકચર તેમજ અન્ય મુસાફરોને નાની મોટી ઈજા કરી આરોપી કન્ટેનર ટ્રક મૂકી નાસી છૂટયો હતો. માળિયા(મી.) પોલીસે અકસ્માતનાં બનાવ અંગે નોંધ કરી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.