પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના પંચાસીયા ગામની સીમમાં ગત તા.૫ના રોજ કમલેશભાઈ ભઇલાલભાઈ તડવી(ઉ.વ.૨૨) નામનાં યુવાને મોટરસાયકલની લોનના હપ્તા ભરવાના ટેન્શનમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. મૂળ છોટાઉદેપુર જીલ્લાના વતની આ યુવકને સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તા.૧૦ ના રોજ તેનું મૃત્યુ થયું હતું આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.