Thursday, December 4, 2025
HomeGujaratમોરબીમાં નીજનામ ગૌશાળાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું જાજરમાન આયોજન

મોરબીમાં નીજનામ ગૌશાળાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું જાજરમાન આયોજન

મોરબીમાં નીજનામ ગૌશાળાના લાભાર્થે આગામી તા. ૬ ડિસેમ્બરથી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વકતા તરીકે કિશોર મહારાજ વ્યાસપીઠ પર બિરાજમાન થશે. આ કથાનો મોટી સંખ્યામાં ભાવિ ભક્તોને લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં આગામી તા. ૬-૧૨-૨૦૨૫, શનિવારના રોજ મોરબીના ઘુનડા રોડ પર ઓપેરા ટાવર સામેના સાર્વજનિકમાં ક્રિષ્ના સ્કુલ વાળી શેરી ખાતે આવેલ સંસ્કાર રેસીડેન્સી ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાત્રે : ૮:૦૦ કલાક થી ૧૧:૩૦ કલાક સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં તા.૬-૧૨-૨૦૨૫ ને શનિવારના રોજ રાત્રે : ૮-૦૦ કલાકે પોથી યાત્રા મહાબલી હનુમાન મંદિરે થી કથા મંડપમાં વાજતે ગાજતે પધારશે. તેમજ આ કથામાં આજુ-બાજુમાં વસતા કોઈપણ વ્યકિતએ પોતાના પિતૃના ફોટા કથામાં પધારાવો હોય તો ૯૯૭૯૩ ૮૧૩૨૫ ઉપર સંપર્ક કરી ભકિતભાવથી પધરાવી શકાશે. ત્યાર બાદ તા. ૯-૧૨-૨૦૨૫ ને મંગળવારના રોજ કૃષ્ણ જન્મોત્સવ, તા. ૭-૧૨-૨૦૨૫ ને રવિવારના રોજ કપિલ જન્મ, તા. ૧૦-૧૨-૨૦૨૫ ને બુધવારના રોજ ગીરીરાજ અન્નકુટ, તા. ૮-૧૨-૨૦૨૫ ને સોમવારના રોજ વામન જન્મ, તા.૧૧-૧૨-૨૦૨૫ ને ગુરૂવારના રોજ રૂક્ષ્મણી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. અને તા. ૧૨-૧૨-૨૦૨૫ ને શુક્રવારના રોજ કથા વિરામ થશે. ત્યારે દરેક ધર્મ પ્રેમી ભાઈ-બહેનો તથા ભાવિક ભક્તજનોને આ કથાનું શ્રવણ કરવા તથા સતસંગનો લાભ લેવા તેમજ આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!