Sunday, July 19, 2026
HomeGujaratમોરબીના ઘુંટુ ગામે નજીવી બાબતે બે મિત્રો પર હુમલો, પિતા-પુત્ર સહિત ત્રણ...

મોરબીના ઘુંટુ ગામે નજીવી બાબતે બે મિત્રો પર હુમલો, પિતા-પુત્ર સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

ડેલો બતાવવા જતા બોલાચાલી બાદ લોખંડના પાઈપ અને લાકડાના ધોકાથી હુમલો.

- Advertisement -
- Advertisement -

મોરબીના ઘુંટુ ગામે આઈટીઆઈ પાછળ આવેલ લાકડાનો ડેલો બતાવવા જવું એક યુવાનને ભારે પડ્યું હતું. ડેલો બતાવવા આવેલ યુવક સાથે બોલાચાલી બાદ ડેલાના માલીક પિતા-પુત્ર અને તેમને ત્યાં કામ કરતા માણસે હુમલો કરતાં બન્ને મિત્રોને ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલ ભોગ બનનારની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ખાખરેચી ગામના અને હાલ પીપળી ગામના શાંતિનગર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ બાબુભાઈ રાઠોડ ઉવ.૩૫એ તાલુકા પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈકાલ રા.૧૮/૦૭ના રોજ ફરિયાફી સુરેશભાઈ પોતાના મિત્ર મેહુલભાઈ સોલંકી સાથે અન્ય મિત્ર રવિભાઈ પટેલને મોરબી આઈટીઆઈ સામે આવેલા મુકેશભાઈ દેગામા રહે.પ્રકૃતિ સોસાયટી મોરબી વાળાનો લાકડાનો ડેલો બતાવવા ગયા હતા. જે આરોપી મુકેશભાઈ દેગામાને સારું નહિ લાગતા જેનો ખાર રાખી ફરિયાદી સુરેશભાઈ સાથે બોલાચાલી કરી, ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન સુરેશભાઈને બચાવવા વચ્ચે પડેલા મેહુલભાઈ પર આરોપીના પુત્ર અમિત મુકેશભાઈ દેગામાએ લોખંડના પાઈપથી હુમલો કરતાં તેમના ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી હતી. ઉપરાંત આરોપી મુકેશભાઈના અન્ય એક માણસે લાકડાના ધોકાથી હુમલો કરતાં સુરેશભાઈના નાકમાં ફ્રેક્ચર સહિત ઈજાઓ પહોંચી હતી.

જે બાદ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે ફરિયાદી સુરેશભાઈની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી મુકેશભાઈ દેગામા, તેમના પુત્ર અમિત મુકેશભાઈ દેગામા અને એક અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા તથા જીપી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!