આજનો સમાજ જમાના સાથે બદલાયો છે અને અમુક જૂની રૂઢિચુસ્ત માનસિકતા અને રૂઢિઓ ને છોડી રહ્યો છે તેવી મોટી મોટી વાતો તો થઈ રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ સભ્ય સમાજ અને ભણેલ ગણેલ લોકો પણ જૂની રૂઢિચુસ્ત માનસિકતા અને “સ્વાર્થ ભરી ઇચ્છાઓ” માંથી બહાર નીકળ્યા નથી જેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
મોરબીની પરિણીતા એ હર્ષદ મનજીભાઇ કડીવાર નામના વ્યક્તિ સાથે ૨૦૧૦ માં લગ્ન કર્યા હતા અને બે વર્ષ બાદ તેને દીકરીનો જન્મ થયો હતો બસ બે વર્ષ બધું બરોબર ચાલ્યું અને દીકરીનો જન્મ થયા બાદ પતિ હર્ષદ કડીવાર એ પોતાના લખણ ઝળકાવ્યા અને ધીરે ધીરે પત્ની પર દીકરા માટે દબાણ કરવાનું શરૂ કર્યું અને આ દરમિયાન સમયાંતરે પરિણીતા બે વખત ગર્ભવતી બનતા પતિ દ્વારા તેનું ગર્ભ પરીક્ષણ એટલે કે દીકરો છે કે દીકરી તે પરીક્ષણ કરાવ્યું (જોકે આ પ્રકારનું ગર્ભ પરિક્ષણ કાયદેસર ગુનો છે)જે બાદ દીકરો ન હોવાના કારણે બબ્બે વખત ભોગ બનનાર નો ગર્ભપાત કરાવવામાં આવ્યો અને રાજકોટ સિદ્ધિ વિનાયક હોસ્પિટલ અને વાંકાનેરની શ્રદ્ધા હોસ્પિટલ ખાતે લઈ જઈ ગર્ભપાત કરાવ્યો હોવાની વાત ભોગબનનાર દ્વારા મીડિયા સમક્ષ કહેવામાં આવી છે.લગ્ન જીવન દરમિયાન વર્ષ ૨૦૨૨ માં તેઓ કેનેડા રહેવા માટે ગયા અને ત્યાં પણ પતિ એ પોતાનો ત્રાસ યથાવત રાખ્યો અને દીકરાના મોહાંધ પતિ એ વર્ષ ૨૦૨૫ માં પોતાની પત્ની ને સાચી વાત ની જાણ કર્યા વગર IVF માટે બે વખત થાઇલેન્ડ પણ લઈ ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને દારૂ પીતા પતિ ને રોકવામાં પણ પત્ની ને માર અને ધમકીઓ જ મળતી હતી અને માત્ર પતિ જ નહીં પરિણીતાના સાસુ ચંપાબેન મનજીભાઇ કડીવાર ઘરકામ બાબતે અને સસરા જેઠ જીગ્નેશ મનજીભાઇ કડીવાર પણ કહેતા કે અમારા મોભા મુજબ કરિયાવર નથી લાવી તેવા મેણા ટોણા મારી યેનકેન પ્રકારે હેરાન કરી ત્રાસ આપતા અને પરિણીતા ને તેમના માવતર સાથે વાત પણ ન કરવા દેતા અને ખોટા વાંક કાઢી અને માર મારતા હોવાની ફરિયાદ કરી છે.
પતિ સાથે કેનેડા હતા તે દરમિયાન પતિ હર્ષદ કડીવાર ને નોનવેજ અને દારૂ ની ટેવ હોવાથી પત્ની દ્વારા તેને રોકવામાં આવતા પતિ કહેતો કે તારા બાપના રૂપિયાનો દારૂ નથી પીતો તેમ કહી મારકૂટ પણ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
દીકરી નું મોઢું જોઈ વર્ષો સુધી આ પ્રકારે ત્રાસ સહન કર્યા બાદ અંતે પરિણીતા એ પોતાના મામા ને આ અંગે જાણ કરી અને પરિણીતાના મામા તેને ઘરે લઈ ગયા હતા અને અંતે પરિવારજનો એ સાથે મળી આવાસ લોલો વિરુદ્ધ ફરિયાદ કરવા હિંમત આપતા અંતે પરિણીતા એ સાસરીયા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ત્યારે પરિણીતા દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે તેને ન્યાય મળે અને રૂપિયા લઈને ગર્ભપરીક્ષણ કરનારા ડોક્ટર અને ગર્ભપાત કરનારા વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ અને ગર્ભપાત ના કાયદાઓ કડક કરવા જોઈએ.









