Wednesday, February 18, 2026
HomeGujaratમોરબીમાં ૧૦ અને ૨૦ રૂપિયાના નોટોના બંડલની લાલચ આપી રૂ.૨.૫૦ લાખની ઠગાઈ

મોરબીમાં ૧૦ અને ૨૦ રૂપિયાના નોટોના બંડલની લાલચ આપી રૂ.૨.૫૦ લાખની ઠગાઈ

ખોટું નામ ધારણ કરી અનેકો સાથે ઠગાઈ આચરનારની શોધખોળ.

- Advertisement -
- Advertisement -

મોરબીના વેપારી સાથે ખોટું નામ ધારણ કરી રૂ. ૨.૫૦ ,લાખની ઠગાઈ કરવાના મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આરોપીએ અલગ-અલગ મોબાઈલ નંબર પરથી ફોન કરી છુટા નોટોના બંડલ આપવાની લાલચ આપી આંગડિયા પેઢી મારફતે રકમ પડાવી હતી. હાલ આરોપીને પકડી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ફરીયાદી ચેતનભાઈ રતીલાલભાઈ દેત્રોજા ઉવ.૪૨ રહે. રવાપર ઘુનડા રોડ રામ વંદના એપાર્ટમેન્ટ ૫૦૩ મોરબી મૂળરહે. લીલાપર ગામના વતની દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ ગત તા.૨૧/૦૧/૨૦૨૬ના રોજ ૧૧ થી બપોરે ૨ વાગ્યા દરમિયાન આરોપી પંકજભાઈ કેશવજીભાઈ ફેફર રહે.નવાગામ લખધીરનગર દ્વારા અલગ-અલગ મોબાઈલ નંબરો પરથી સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેમાં આરોપીએ ખોટું નામ ધારણ કરી ફરીયાદી તથા અન્ય સાહેદોને રૂ. ૧૦ અને ૨૦ના છુટા નોટોના બંડલ સસ્તામાં આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈને રૂ. ૨,૫૦,૦૦૦/- ની રકમ ખોટા નામે આર.આર. આંગડિયા પેઢી મારફતે આંગડિયું કરાવી ફરિયાદી તથા અન્યો સાથે ઠગાઈ કરી હતી. હાલ સમગ્ર બનાવ મામલે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!