મોરબી શહેર અને હળવદ તાલુકા વિસ્તારમાં અપમૃત્યુના બે અલગ અલગ બનાવો નોંધાયા છે. મોરબીમાં યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, જ્યારે હળવદના ગોલાસણ ગામે ખેત શ્રમિકે ઝેરી દવા પી લીધા બાદ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે પોલીસે અકાળે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી ટોઅસની તજવીજ શરૂ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અ.મોતની નોંધણી મળતી વિગતો મુજબ, મૃતક સોનુબેન ગીરીષભાઈ કાનજીભાઈ પરમાર ઉવ.૨૦ રહે. જોન્શનગર જૂના બસ સ્ટેશન પાસે મોરબી મૂળ વતન ટિબવા તા. જી. પાટણ એ ગઈકાલ તા.૧૭/૦૨ની રાત્રે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા પરિવારજનો ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ ઉપર હાજર ડોકટરે જોઈ તપાસી તેણીને મૃત જાહેર કરી હતી. જેથી પોલીસે મરણ નોંધ કરી તપાસ શરૂ કરી છે.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં રહેતા સુરસીંગ કેકડીયાભાઈ ઘાણક ઉવ.૪૩ એ ઘરેલુ બાબતે પત્ની સાથે બોલાચાલી થતા જેનું મનમાં લાગી આવતા મન દુઃખ રાખી તા.૧૩/૦૨ના રોજ વાડીએ ઝેરી દવા પી લીધી હતી. ત્યારે પરિવારજનો સારવાર અર્થે પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા જ્યાં સારવાર કારગત ન નિવડતા તા.૧૭/૦૨ના રોજ સુરસીંગ કેકડીયાભાઈ ઘાણકનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે હળવદ પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તજવીજ હાથ ધરી છે.









