શ્રી મોરબી નાગરિક સહકારી બેંક લી., મોરબી દ્વારા સભાસદોને મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. બેંકના ચેરમેન દિપકભાઈ પોપટની યાદીમાં જણાવાયું છે કે જે સભાસદોને હજી સુધી તેમની સભાસદ ભેટ પ્રાપ્ત થઈ નથી, તેઓએ બેંકમાં પોતાની વિગતો નોંધાવવા વિનંતી કરવામાં આવે છે. સભાસદોએ પોતાનું નામ, મોબાઇલ નંબર તથા સભાસદ નંબર તા. ૧૦ માર્ચ સુધીમાં બેંક ખાતે નોંધાવવાનો રહેશે, જેથી બેંક દ્વારા તેમની સભાસદ ભેટ સુપ્રત કરી શકાય. વધુ માહિતી માટે સભાસદો બેંકના કાર્યાલયે, શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન સામે, વસંત પ્લોટ, મોરબી ખાતે સંપર્ક કરી શકે છે. આ સાથે બેંક દ્વારા તમામ સભાસદોને સમયમર્યાદામાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.









