મોરબીના લાલબાગ વિસ્તારમાં રહેતા પરિવારમાં જન્મેલી માત્ર ૨ દિવસની બાળકીનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અધૂરા મહિને જન્મેલી આ બાળકીની તબિયત બગડતા તેને રાજકોટ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ નિપજતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી વધુ ટોઅસ ચલાવી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અ.મોતની નોંધ મુજબ, રાહુલભાઈ માનસંગભાઈ પારઘી ઉવ.૨૧ હાલ રહે.લાલબાગ પાણીના ટાંકા પાસે મોરબી મૂળ રહે.મહુડા તા. કુશલગઢ જી.બાંસવાડા-રાજસ્થાન વાળાની નવજાત પુત્રીનો તા. ૧૬/૦૪/૨૦૨૬ના રોજ મોરબી સરકારી હોસ્પિટલમાં અધૂરા મહિને જન્મ થયો હતો. જન્મ બાદ બાળકીની તબિયત નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તા. ૧૭/૦૪/૨૦૨૬ના રોજ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.









