Sunday, April 19, 2026
HomeGujaratમાળીયા(મી): ટ્રકમાં ભુસાની આડમાં વિદેશી દારૂની ૬૬૭૨ બોટલ સાથે એક પકડાયો

માળીયા(મી): ટ્રકમાં ભુસાની આડમાં વિદેશી દારૂની ૬૬૭૨ બોટલ સાથે એક પકડાયો

પોલીસે ટ્રક સહિત ૪૦.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ટ્રક રોકી તપાસ કરતા પશુના ભુસાના બાચકાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૬,૬૭૨ નંગ બોટલ સાથે આરોપી ટ્રક ચાલકની અટકાયત કરી છે. આ સાથે પોલીસે વિદેશી દારૂ, ટ્રક, મોબાઇલ સહિત કુલ રૂ.૪૦.૧૬ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

માળીયા(મી) પોલીસ સ્ટેશનના પીઆઇ અને પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમી મળી હતી કે હળવદ તરફથી એક ટાટા કંપનીનો બંધ બોડીનો ટ્રક રજી.નં. આરજે-૩૬-જીએ-૯૮૫૮ કચ્છ-ગાંધીધામ તરફ જઈ રહ્યો છે અને તેમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલો છે.

ત્યારે મળેલ બાતમીના આધારે પોલીસે માળીયા(મી) વિસ્તારમાં આશીષ હોટલ સામે રોડ ઉપર વોચ ગોઠવી હતી. જે બાદ ઉપરોક્ત બાતમી વાળો ટ્રક ત્યાંથી પસાર થતા તેને અટકાવી તપાસ કરતાં પશુને ખવડાવવાના ભુસાના બાચકાની આડમાં સંતાડેલી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૬,૬૭૨ બોટલો કિ.રૂ.૨૧,૦૭,૨૦૦/- મળી આવી હતી, જેથી પોલીસે આરોપી ટ્રક ચાલક દરીયાવસિંહ લખાસિંહ રાવત રહે.બીલીયાવાસ તા.બાર શેખાવાસ જી. બ્યાવર રાજસ્થાન વાળાની અટકાયત કરી હતી. આ સાથે ટ્રક અને મોબાઇલ સહિત કુલ રૂ.૪૦,૧૬,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!