Sunday, April 19, 2026
HomeGujaratમોરબીના વીસીપરામાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તિનો જુગાર રમતા ચાર પકડાયા

મોરબીના વીસીપરામાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તિનો જુગાર રમતા ચાર પકડાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વીસીપરા ફૂલછાબ સોસાયટીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહેલ આરોપી સલીમભાઈ રહીમભાઇ સુમરા ઉવ.૩૮, ઇમરાનભાઇ ઇસ્માઇલભાઇ હિગોરજા ઉવ.૨૨, હરેશભાઈ અમરશીભાઇ સુરેલા ઉવ.૩૩ તથા મુસ્તાકભાઈ ડોસુભાઇ પિંજારા ઉવ.૨૫ બધા રહે. વીસીપરા ફૂલછાબ સોસાયટી મોરબી વાળાને રોકડા રૂ.૨,૦૧૦/-સાથે રંગેહાથ પકડી લેવામાં આવ્યા હતા, આ સાથે બી ડિવિઝન પોલીસે પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!