મારામારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા માથાભારે ઇસમ સામે કડક કાર્યવાહી.
હળવદ પોલીસે મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત જયેશ પરમાર સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ડિટેઇન કરી જેલ હવાલે કર્યો છે. જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજુર થતા આરોપીની અટક કરી મધ્યસ્થ જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ દ્વારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તે દરમિયાન મારામારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત અને માથાભારે ઇસમ જયેશ કાળુભાઈ પરમાર રહે. હળવદ બસ સ્ટેન્ડ પાછળ કૃષિ વિદ્યાલય વાળી શેરી વાળા સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી સમક્ષ મોકલવામાં આવી હતી. ત્યારે જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ મંજૂર થતાં હળવદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપી જયેશ પરમારને પકડી પાડીને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.









