Tuesday, April 21, 2026
HomeGujaratમોરબીના રોહિદાસપરા નજીકથી ચોરાયેલા બાઇક સાથે એક પકડાયો

મોરબીના રોહિદાસપરા નજીકથી ચોરાયેલા બાઇક સાથે એક પકડાયો

મોરબીમાં અગાઉ રોહિદાસપરા નજીક ગુજરાત સોસાયટીમાંથી મોટર સાયકલની ચોરીની ઘટના બનવા પામી હતી, જે ચોરીના મોટર સાયકલ સાથે સીટી બી ડિવિઝન પોલીસે એક ઇસમને અમરેલી રોડ ઉપરથી ઝડપી લઈ, મોટર સાયકલ ચોરીનો અનડીટેક્ટ કેસ શોધી કાઢવામાં સફળ થયા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વીસીપરા પોલીસ ચોકી સ્ટાફ તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મોરબી શ્રધ્ધાપાર્ક પાસે અમરેલી રોડ પર એક શંકાસ્પદ ઇસમ હિરો કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાઇકલ સાથે જોવામા આવતા જે સાઇકલ નંબર પ્લેટ વગરનું હોય જેના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા હોય જેથી હાજર ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા, આ મોટર સાયકલ મોરબી વીસીપરા રોહિદાસપરા ગુજરાત સોસાયટી સામેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ હોય જેથી મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-ઈજે-૩૫૫૯ કબ્જે કરી મોટર સાયકલ સાથે મળી આવેલ આરોપી દિલીપભાઇ ઉર્ફે ઇમરાન રાજેશભાઇ જાની રહે.મોરબી-૨ વીસીપરા રોહિદાસપરાની બાજુમા ખાડામાં મોરબી વાળાની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!