Saturday, April 25, 2026
HomeGujaratમોરબી: કાલિકા પ્લોટ નજીક રીક્ષામાંથી ૫૭૬ ચપલા સાથે એક પકડાયો, સપ્લાયર ફરાર

મોરબી: કાલિકા પ્લોટ નજીક રીક્ષામાંથી ૫૭૬ ચપલા સાથે એક પકડાયો, સપ્લાયર ફરાર

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સી.એન.જી રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી થવાની હોવાની મળેલ બાતમીને આધારે પોલીસે રીક્ષામાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડના ૫૭૬ નંગ ચપલા મળી આવતા, આરોપી રીક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સપ્લાયરનું નામ ખુલતા પોલીસે તેને ફરાર જાહેર કરી રીક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે, વિદેશી દારૂ ભરેલ રીક્ષા કાલિકા પ્લોટ વિસ્તારમાં આવવાની છે.જેથી મળેલ માહિતીને આધારે પોલીસ ટીમ વજેપરના ઝાપા પાસે ચેકીંગની કામગીરી કરતા હોય ત્યારે આ દરમિયાન સી.એન.જી રીક્ષા નં. જીજે-૩૬-ડબલ્યુ-૦૬૮૭ ને રોકી તપાસ કરતા તેમાં પુઠાના બોક્સમાં કુલ ૫૭૬ નંગ બોટલ વિદેશી દારૂ મળી આવતા તુરંત આરોપી રિક્ષા ચાલક મંજુરહુસેન ઇસ્માઈલભાઈ કરીમભાઈ જીંદાણી ઉવ.૨૮ રહે. સીપાઈવાસ માતમ ચોક મોરબી વાળાની અટક કરી હતી, જ્યારે પકડાયેલ આરોપીની પૂછપરછમાં આરોપીએ કાબુલ કર્યું કે આ દારૂ આરોપી રોહિત જીવણદાસ દુધરેજીયા રહે. કાલિકા પ્લોટ મોરબી વાળા પાસેથી મેળવ્યો હતો. જેથી તે આરોપીને પોલીસે આ કેસમાં વોન્ટેડ જાહેર કર્યો છે. આ સાથે પોલીસે કુલ રૂ.૧,૨૮,૧૬૦/-ના દારૂ અને રૂ.૫૦,૦૦૦/-ની રીક્ષા મળી કુલ રૂ.૧,૭૮,૧૬૦/-નો મુદામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!