Saturday, April 25, 2026
HomeGujaratહળવદ ખાતે આગામી ૨૮ એપ્રિલે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન; માનવતાના સેવા યજ્ઞમાં...

હળવદ ખાતે આગામી ૨૮ એપ્રિલે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન; માનવતાના સેવા યજ્ઞમાં સહભાગી થવા અનુરોધ

મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી તપનભાઈ દવેના ૩૫મા જન્મદિન નિમિત્તે ‘દર્દી નારાયણ’ની સેવા કાજે રકતદાનનો સઘન સંકલ્પ

- Advertisement -
- Advertisement -

પ્રવર્તમાન ગરમીની પરિસ્થિતિમાં બ્લડની અછતને પહોંચી વળવા હળવદની વિવિધ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી આયોજન

હળવદના સેવાભાવી અગ્રણી, ગૌભક્ત અને મોરબી જિલ્લા ભાજપના મહામંત્રીશ્રી તપનભાઈ દવેના ૩૫મા જન્મદિનને યાદગાર અને પ્રેરણાદાયી બનાવવાના શુભ આશય સાથે હળવદ ખાતે એક વિશાળ સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. વર્તમાન ગરમીના દિવસોમાં બ્લડ બેંકોમાં લોહીની વધતી જતી અછતને ધ્યાને રાખી, જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી આ સેવાકીય પ્રકલ્પ હાથ ધરાયો છે.

આ રક્તદાન શિબિર આગામી *તા. ૨૮ એપ્રિલ ૨૦૨૬, મંગળવારના રોજ સાંજે ૪:૦૦ થી ૮:૦૦ કલાક* દરમિયાન *શ્રી બજરંગ બેન્કવેટ હોલ (AC), આગમન પાર્ટી પ્લોટ સામે, મોરબી-માળિયા ચાર રસ્તા પાસે, હળવદ* ખાતે યોજાશે.

આ શિબિર દરમિયાન એકત્રિત કરવામાં આવનાર રક્તનો જથ્થો સિવિલ હોસ્પિટલ-અમદાવાદ, સિવિલ હોસ્પિટલ-મોરબી, શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ (ટીબી હોસ્પિટલ-સુરેન્દ્રનગર), શ્રી રામ બ્લડ સેન્ટર-ધ્રાંગધ્રા તેમજ શ્રી સંસ્કાર બ્લડ બેંક-મોરબી ખાતે સારવાર હેઠળના દર્દીઓ માટે મોકલવામાં આવશે.

આ આયોજનને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ (હળવદ શહેર/ગ્રામ્ય), યુવા ભાજપ, પાટિયા ગ્રુપ, રોટરી ક્લબ-હળવદ, છોટાકાશી હળવદ યુવા ગ્રુપ, ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ, દિલ સે ફાઉન્ડેશન, HPL ગ્રુપ, ધર્મપ્રેમી સેવા મંડળ તથા આઈ શ્રી ખોડિયાર રામદેવ રામામંડળ (ગોરી દરવાજા) જેવી વિવિધ સંસ્થાઓ ખભેખભા મિલાવી સહયોગ આપી રહી છે.

આયોજકો દ્વારા હળવદ શહેર અને તાલુકાના તમામ યુવાનો તેમજ રક્તદાતાઓને અપીલ કરવામાં આવી છે કે, રક્તદાન કરી કોઈના જીવનના દીવડાને પ્રજ્વલિત રાખવાના આ સેવાયજ્ઞમાં ઉત્સાહપૂર્વક જોડાય. શિબિર અંગેની વધુ વિગતો માટે સંપર્ક નંબર: 9374228537, 8000848444, 9512312112,6351694344, 9601086033, 9601378505 ઉપર સંપર્ક કરી શકાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!