Sunday, April 26, 2026
HomeGujaratમોરબીમાં નાનાભાઈનું બુલેટ પરત માંગતા યુવક પર હુમલો, કુખ્યાત શખ્સ સહિત ત્રણ...

મોરબીમાં નાનાભાઈનું બુલેટ પરત માંગતા યુવક પર હુમલો, કુખ્યાત શખ્સ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

રાત્રે ઘરમાં ઘુસી લાકડાના બેટ અને લોખંડના સળિયા વડે માર માર મારી યુવકને આપી જાનથી મારી નાખવાની ધમકી.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં નાનાભાઈનું બુલેટ મોટરસાયકલ પરત માંગવાનો ખાર રાખી સાગર ઉર્ફે ચોટી મુંધવા સહિત ત્રણ ઈસમોએ યુવકના ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો. લાકડાના બેટ અને લોખંડના સળિયા વડે માર મારતા યુવકને માથા, હાથ અને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ બાદ ઇસમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. હાલ ભોગ બનનારની ફરિયાદને આધારે પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીમાં કંડલા બાયપાસ નજીક ફિદાઈ પાર્કની બાજુમાં મનુપાર્ક વિસ્તારમાં રહેતા નિલેશભાઈ પુનાભાઈ વાળા ઉવ.૪૦ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના નાનાભાઈ અજયભાઈનું નવ મહિના પહેલા અવસાન થયું હતું. અજયભાઈ પાસે રહેલું બુલેટ મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-એક્યુ-૭૦૭૭ આરોપી સાગર ઉર્ફે ચોટી નવઘણભાઈ મુંધવા દ્વારા મૃતક અજયભાઈના મિત્રના કારખાનેથી બારોબાર લઈ જવામાં આવ્યું હતું. જેથી આ બુલેટ પરત આપવા માટે ફરિયાદી નિલેશભાઈએ અનેકવાર માંગણી કરી હોવા છતાં આરોપી પરત આપતો ન હતો. આ બાબતનો ખાર રાખી ગત તા.૨૪ એપ્રિલની રાત્રે દોઢ વાગ્યે આરોપી સાગર ઉર્ફે ચોટી બે અજાણ્યા ઈસમો સાથે કાળા રંગની સ્કોર્પિયો કારમાં આવી નિલેશભાઈના ઘરમાં ઘુસી ગયો હતો. જ્યાં આરોપીઓએ લાકડાના બેટ અને સળિયા વડે નિલેશભાઈને માથાના પાછળના ભાગે તેમજ જમણા પગે, હાથના કાંડા ઉપર માર મારી ફેક્ચર જેવી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણેય આરોપીઓ નાસી ગયા હતા. હાલ આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!