મોરબી-વાંકાનેર હાઇવે પર લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરતી યુવતીને બ્લેનો કાર ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. બનાવ અંગે કારચાલક સામે બી.એન.એસ. તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના લાલપર નજીક સોનેટ સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મૂળ માળીયા(મી) કુંભારીયા ગના રહેવાસી મુકેશભાઈ દેવજીભાઈ પરમારની ૧૯ વર્ષીય દીકરી ગત તા.૨૭/૦૪ના રોજ સોનેટ સીરામીકથી યુરેકો કારખાનામાં કામ કરવા જતી હોય તે દરમિયાન રોડ કરોડ કરતી વેળા વાંકાનેર તરફથી આવતી બલેનો કાર રજી.નં. જીજે-૩૬-એજે-૫૩૩૨ ના ચાલક દેવભાઈ હરેશભાઇ કાગડા રહે. વાંકાનેર દરબાર ગઢ રામચોક ફુલવાળી શેરી વાળાએ પોતાની કાર ફૂલ સ્પીડમાં અને બેદરકારીથી ચલાવી આવી મુકેશભાઈની દીકરીને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. ત્યારે હાલ મુકેશભાઈની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી બલેનો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





