માળીયા(મી) તાલુકાના મોટાદહીંસરા ગામે માનસિક રીતે અસ્વસ્થ ૮૩ વર્ષીય વૃદ્ધે ઘરે જ એસિડ પી લેતા મોત નિપજ્યું હતું. ત્યારે ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા બાદ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસ દ્વારા અ.મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુના આ બનાવમાં રવુભા મોમૈયાજી જાડેજા ઉવ.૮૩ રહે. વિવેકાનંદનગર મોટાદહીંસરા ગામ તા.માળીયા(મી) વાળા છેલ્લા પાંચેક મહિનાથી માનસિક બિમારીથી પીડાતા હતા. ત્યારે તા.૨૮/૦૪ ના રોજ તેઓએ પોતાના ઘરે એસિડ પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે પોલીસે મૃતકના દીકરા મંગળસીંહ રવુભા જાડેજા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની તજવીજ શરૂ કરી છે.





